કોરોના વાઈરસ: વુહાનમાં ભારતની બચાવ કામગીરી જોઈને PAK વિદ્યાર્થીનું હ્રદયભગ્ન, કહ્યું-શીખો ભારત પાસેથી

ચીનમાં કોરોના વાઈરસનું કેન્દ્ર રહેલા વુહાનમાં પાકિસ્તાની વિદ્યાર્થીઓ પણ ફસાયેલા છે. પરંતુ પાકિસ્તાનની સરકારે તેમને પાછા ન બોલાવવાનો ઘાતકી નિર્ણય લીધો છે. જેને લઈને આ વિદ્યાર્થીઓ પર જીવનું જોખમ તોળાઈ રહ્યું છે. પોતાની સરકાર દ્વારા થઈ રહેલી અવગણના જોતા પાકિસ્તાની વિદ્યાર્થીઓને ખુબ આઘાત લાગી રહ્યો છે અને તેમના હ્રદયભગ્ન થઈ ગયા છે. 

કોરોના વાઈરસ: વુહાનમાં ભારતની બચાવ કામગીરી જોઈને PAK વિદ્યાર્થીનું હ્રદયભગ્ન, કહ્યું-શીખો ભારત પાસેથી

બેઈજિંગ: ચીનમાં કોરોના વાઈરસનું કેન્દ્ર રહેલા વુહાનમાં પાકિસ્તાની વિદ્યાર્થીઓ પણ ફસાયેલા છે. પરંતુ પાકિસ્તાનની સરકારે તેમને પાછા ન બોલાવવાનો ઘાતકી નિર્ણય લીધો છે. જેને લઈને આ વિદ્યાર્થીઓ પર જીવનું જોખમ તોળાઈ રહ્યું છે. પોતાની સરકાર દ્વારા થઈ રહેલી અવગણના જોતા પાકિસ્તાની વિદ્યાર્થીઓને ખુબ આઘાત લાગી રહ્યો છે અને તેમના હ્રદયભગ્ન થઈ ગયા છે. તેમની સંવેદનાઓ કેટલી હણાઈ રહી છે તે આ એક વીડિયો જોઈને જાણી શકાય. આ વીડિયોમાં ભારતીય વિદ્યાર્થીઓને પોતાના માદરે વતન પાછા ફરતા જોઈને એક પાકિસ્તાની વિદ્યાર્થી પોતાની સરકારને કોસી રહ્યો છે અને કહી રહ્યો છે કે તેમણે ભારત સરકાર પાસેથી શીખવું જોઈએ કે કેવી રીતે તે પોતાના માણસોને બચાવી રહી છે. 

પાકિસ્તાની પત્રકાર નાયલા ઈનાયતે આ વીડિયો શેર કર્યો છે જેમાં એક પાકિસ્તાની વિદ્યાર્થી કહી રહ્યો છે કે 'આ લોકો ભારતીય વિદ્યાર્થીઓ છે, જેમને લાવવા માટે ભારતીય દૂતાવાસે બસ મોકલી છે. વુહાનની યુનિવર્સિટીથી બસને એરપોર્ટ લઈ જવાશે અને ત્યારબાદ વિદ્યાર્થીઓને તેમના ઘરે પાછા મોકલાશે. બાંગ્લાદેશવાળા  પણ આજે રાતે જશે.'

— Naila Inayat नायला इनायत (@nailainayat) February 1, 2020

પાકિસ્તાની વિદ્યાર્થીએ વધુમાં કહ્યું કે 'એક અમે છીએ પાકિસ્તાની વિદ્યાર્થીઓ, જે ફસાયેલા છે પરંતુ છતાં સરકાર કહે છે કે તમે જીવતા રહો, મરો, ઈન્ફેક્ટેડ થાઓ, અમને તમને વતન પાછા લાવીશું નહીં કે કોઈ સુવિધા પણ નહીં આપીએ. પાકિસ્તાનની સરકારને શરમ આવવી જોઈએ. તમારે ભારત પાસેથી શીખવાની જરૂર છે કે તેવી રીતે તે પોતાના નાગરિકોની મદદ કરે છે.' 

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના સ્વાસ્થ્યમંત્રીએ ચીનથી પોતાના વિદ્યાર્થીઓને પાછા ન લાવવાનો નિર્ણય કરતા કહ્યું હતું કે જો અમે લોકો ત્યાંથી બહાર કાઢવાનું બેજવાબદારીભર્યું કામ કરીશું તો આ વાઈરસ જંગલની આગની જેમ આખી દુનિયામાં ફેલાઈ જશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news